બનાસકાંઠા જિલ્લાની નવ ચેકપોસ્ટને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવશે
બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાનને સાંકળતી આંતરરાજ્ય સરહદે આવેલી નવ ચેકપોસ્ટને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવશે.આ ઉપરાંત પાલનપુર, અંબાજી,ડીસા અને થરાદ શહેરમાં પણ કુલ 740 સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.જેનાથી ગૂનાના ભેદ ઉકેલવામાં પણ કેમેરાના ફૂટેજ ઉપયોગી બની રહેશે. બનાસકાંઠા જિલ્લાના મહત્વના સ્થળોને સીસીટીવી કેમેરાથી આવરી લેવાનો વિશ્વાસ ફેઝ ટુ પ્રોજેકટ અમલ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગે જિલ્લાના નેત્રમ વિભાગના પીએસઆઇ કે. ડી. રાજપૂતે જણાવ્યું હતુ કે, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાનને સાંકળતી આંતરરાજ્ય સરહદે આવેલી નવ ચેકપોસ્ટ અંબાજીની જાંબુડી, સરહદ છાપરી, અમીરગઢ, પાંથાવાડાની ગુંદરી, દાંતીવાડાની વાવધરા, ધાનેરાની વાસણ, નેનાવા, બાપલા અને થરાદની ખોડા ચેકપોસ્ટે સીસીટીવી લગાવાશે. આ ઉપરાંત અંબાજી દાંતા સહિતની ખાણ ખનીજની 20 લીઝોને પણ સીસીટીવી કેેમેરાથી આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પાલનપુરના 33 નવા સ્થળોએ પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેની કામગીરી પણ પ્રગતિમાં છે.
પોલીસ દ્વારા પાલનપુર,અંબાજી,ડીસા અને થરાદ શહેર સહિત બોર્ડર ઉપર 740 કેમેરા નખાશે અંબાજીની જાંબુડી,સરહદ છાપરી,અમીરગઢ,પાંથાવાડા,ગુંદરી,દાંતીવાડાની વાવધરા, ધાનેરાની વાસણ,નેનાવા,બાપલા અને થરાદની ખોડા ચેકપોસ્ટને આવરી લેવાશે.
ચાર પ્રકારના કેમેરા લગાવાશે: જિલ્લામાં વધુ એરીયા કવર થાય તેવા એચડી ક્વોલિટીના, ફિક્સ કેમેરામાં નીચેથી અત્યંત ઝડપથી વાહન પસાર થાય છતાં નંબર કેપ્ચર થઈ જાય તેવા, સિસ્ટમમાં કોઈપણ નંબર નાખવાથી જેતે તારીખે અને સમયે એ વાહન ક્યાં ફરી રહ્યું હતું તે જાણી શકાશે, કોઈપણ સીધા રસ્તામાં બે થી ત્રણ કિલોમીટર સુધી ઝૂમ કરી શકાય તેવા કેમેરા લગાવવામાં આવશે.
Tags Banaskantha CCTV check posts Police