નવી ભીલડી માં રાત્રે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો બેટ માં ફેરવાયા
સામાન્ય વરસાદ થી ગોગામઢ, ઉમિયાનગર અને પંચવટી સોસાયટી પાણી માં ગરકાવ: ડીસા તાલુકાના ભીલડી પંથકમાં હવામાન વિભાગની આગાહીને લઈને મંગળવારની રાત્રે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો ગોગામઢ, ઉમિયા નગર સોસાયટી પંચવટી સોસાયટી તેમજ બનાસ અને નાગરિક બેંક આગળ પાણી ભરાયા હતા છેલ્લા કેટલાય વર્ષો થી દર ચોમાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસે છે અને લોકોને ભારે હાલાકી પડી હતી જેને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી.
ઉલ્લેખનિય છે કે જેતે સમયે પાલનપુર-કંડલા નેશનલ હાઈવે નંબર 27 બનાવવા માં આવ્યો હતો ત્યારે નેશનલ હાઈવે ઓથોરેટી દ્વારા હાઈવે રોડ ઊંચા કરાતા પાણી ના અવર જવર માટે નાળુ મૂકવામાં આવેલ ના હોવાથી અને પાણી નો નિકાલ પણ ના થતા દર ચોમાસે નીચાણ વાળી પંચવટી, ઉમિયાનગર અને ગોગામઢ સોસાયટીઓ માં છાછવારે પાણી ભરાઈ જતાં અને ઘરો માં પાણી ઘુસી જતા લોકો ને ભારે હાલાકી પડી રહી છે જેમાં ગોગામઢ પ્રા.શાળા માં છાછવારે ઘૂંટણ સામા પાણી ભરાતા બાળકો ને સ્કૂલ માંથી રજા આપવામાં આવી હતી દર ચોમાસે પ્રા શાળા માં પાણી ભરાઈ જતાં શિક્ષણ પર માઠી અસર જોવા મળી રહી છે લોકો દ્વારા વારંવાર તંત્ર ને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. દર ચોમાસે રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ના કરવામાં આવતા લોકો આકરા પાણી એ દેખાઈ રહ્યા છે.