ડીસામાં નવી સાયન્સ કોલેજને મંજૂરી મળતા ખુશીનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ડીસામાં લાંબા સમયથી સાયન્સ કોલેજ મળે તેવી અવાર નવાર ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તેમજ નગરપાલિકા દ્વારા રજુઆત કરાતી હતી. જે બાબતે ગુરુવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ટીમ દ્વારા ડીસા એસ. સી. ડબ્લ્યુ. હાઈસ્કૂલ ખાતે કોલેજ માટેની જગ્યાનું રૂબરૂ નિરીક્ષણ કરાયું હતું તેમજ સાયન્સ કોલેજ માટેની જગ્યામાં પુરતી સુવિધા હોવાનું જણાતા આ બાબતે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ આ બાબતનો સંપૂર્ણ રિપોર્ટ તેઓ યુનિવર્સિટીને કરશે. ટીમની આજની આ મુલાકાત દરમિયાન મહેશ ચૌધરી, ડો.એમ.ડી. પ્રજાપતિ અને જીજ્ઞેશભાઈ હાજર રહ્યા હતા આ બાબતે મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડીસામાં વર્ષોથી સાયન્સ કોલેજની માંગ હતી તે માટે ગુરુવારે અમારી યુનિવર્સીટીની ટિમ ડીસા નગરપાલિકા સંચાલિત એસ.સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલની મુલાકાત લીધી છે અને સ્થળ નિરીક્ષણ કરી તે અંગેનો રિપોર્ટ અમે આગળ કરીશુ તે બાદ યુનિવર્સીટી આ બાબતનો નિર્ણય કરશે તેમ ઉમેર્યું હતું. વર્ષોની માંગણી બાદ સાયન્સ કોલેજ મળતા ડીસાવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.