વરસાદ નો નવો રાઉન્ડ શરૂ : બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારા અને ઉકળાટ બાદ અનેક ભાગોમાં વરસાદનું આગમન

બનાસકાંઠા
બનાસકાંઠા

અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ ધરાવતા ભાભર માં મેધરાજા ની ધમાકેદાર બેટિંગ | 3.5 ઇંચ વરસાદ ખાબક્યો

દાંતા વડગામ દિયોદર સુઈગામ માં પણ ગાજવીજ સાથે સારો વરસાદ જ્યારે અન્ય વિસ્તારો સામાન્ય ઝાપટા પડયા

વડગામ મા પોણા ઈંચ દિયોદરમાં એક ઇંચ  દાંતામાં એક ઇંચ અને સૂઇગામ પોણો એક ઇંચ વરસાદ વરસ્યો | જિલ્લામાં ઓરેન્જ વરસાદનું એલર્ટ જાહેર

અષાઢમાં શરૂ થઈ ગયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના ભાભર કાંકરેજ સહિતના કેટલાક ભાગોમાં વરસાદનો ઇંતેજાર જોવા મળી રહ્યો હતો ત્યારે વરસાદના નવા રાઉન્ડ માં ભાભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જગતના તાત માં પણ ખુશીનો માહોલ છવાયો છે

ગુજરાત માં અનેક ભાગોમાં સારા વરસાદ થયો છે તેની સરખામણીએ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ચારથી વધુ તાલુકાઓમાં 10 ટકા થી પણ ઓછો વરસાદ થવા પામ્યો છે જેમાં સૌથી ઓછો ભાભરમાં માંડ એક ટકા જેટલો પણ વરસાદ થયો હતો અને પ્રજાજનો વરસાદના ટીપા માટે તરસી રહ્યા હતા તેવા સમયે ફરી એકવાર વરસાદનું આગમન થતાં પ્રજાજનોમાં પણ આનંદની લાગણી છવાઈ છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં મંગળવારના સાંજે છ કલાક સુધી સૌથી વધુ ભાભરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થવા પામ્યો છે આ ઉપરાંત દોતા માં એક ઇંચ વડગામમાં અડધો ઇંચ અને દિયોદરમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય  છુટા છવાયા સ્થળો ઉપર વરસાદી ઝાપટાંઓ પડતા પ્રજાજનોને પણ બફારાના અને ઉકળાટ ની ગરમી થી રાહત મળી હતી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે આ લખાય છે ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે આગામી બે દિવસ સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પર વરસાદની બે સિસ્ટમો સક્રિય થતા અનેક સ્થળો પર ભારે થી અતિભારે વરસાદની આગાહી: હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની બે સિસ્ટમો સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ  એલર્ટ આપવામાં આવ્યું: વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત સાબરકાંઠા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરા નગર હવેલી દમણ સુરેન્દ્રનગર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ આપવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં નોંધાયલ વરસાદ

તા 9/7/24 ના સાંજ ના 6 કલાક સુધી

તાલુકા.                    વરસાદ મીમી માં

દાંતા.                       28

વડગામ.                   17

પાલનપુર.                  4

ડીસા.                       2

દીયોદર.                     24

ભાભર.                      85

કાંકરેજ.                    6

સુઈગામ.                    20


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.