કોંગ્રેસના ગઢ બનાસકાંઠાના રાજકારણમાં આ વખતે નવો ઇતિહાસ રચાશે : સી.આર.પાટીલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લો ભલે કાૅંગ્રેસનો ગઢ ગણાતો પણ ઇતિહાસનું વારંવાર પુનરાવર્તન થતું નથી. આવનારા સમયમાં નવો ઇતિહાસ રચીશું એમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે પાલનપુર ખાતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ગુરુવારે ઉત્તર ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દાંતા થઈ તેઓ પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્વામી વિવેકાનંદની પ્રતિમાંને ફુલહાર પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરી હતી. જિલ્લા ભાજપના કાર્યકરોએ તેમને પાલનપુરના દિલ્હીગેટ ખાતે પુષ્પવર્ષા કરી આવકાર્યા હતા. ત્યારબાદ તેમને શણગારેલા રથમાં બેસાડી દિલ્હીગેટ થી આંબેડકર હોલ સુધી ડીજે તેમજ ઢોલ નગારાંના તાલ સાથે રોડ શો યોજાયો હતો. પાલનપુરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જોકે, રોડ શો દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજીયા ઉડ્યા હતા. રોડ શો બાદ આંબેડકર હોલ ખાતે પ્રદેશ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો હતો. પાલનપુરમાં કાર્યકરો અને ભાજપા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ ભાજપના કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ જણાઈ રહ્યો છે. તેઓએ સોશિયલ ડિસ્ટનસિંગના ભંગ અંગે ધ્યાન દોરતા તેઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેવા પ્રયાસો કરવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો ભલે કાૅંગ્રેસનો ગઢ ગણાતો પણ ઇતિહાસ વારંવાર પુનરાવર્તન થતો નથી. આવનારા સમયમાં નવો ઇતિહાસ રચીશું. ભાજપ પ્રદેશ પ્રમુખના આગમનને લઇ શહેરમાં કેસરીયો માહોલ જામ્યો હતો. તેમની સાથે ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા કે.સી.પટેલ, સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી સહીત જીલ્લાના આગેવાનો અને કાર્યકર્તા જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.