થરાદમાંથી સગીરાને વેચાવાના નેટવર્કનો પર્દાફાશ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના ડેલા ગામમાં રહેતાં ગુલાબબેન મફજી વાઘેલા તથા ફુલબાઇ બળવંતસિંહ વાઘેલા તથા મઘજી કરશનજી વાઘેલા બહારથી સગીરવયની છોકરીઓની તસ્કરી લાવી ગુજરાતનાં અલગ અલગ શહેરો તથા જીલ્લાઓમાં પોતાના આર્થિક ફાયદા સારૂ પૈસાથી તેમનાં લગ્ન કરાવી લે-વેચ કરી દેવાની પ્રવૃતી આચારતાં હોવાની તેમજ હાલમાં પણ ગુલાબેને બહારથી બાળકિશોરી ઘરમાં લાવેલ છે.જેને પીળા કલરથી પંજાબી અને ડાબા હાથમાં મહેંદી મુકેલ હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી એએસપી પુજા યાદવે સ્ટાફ સાથે ડેલ
ગામે દરોડો પાડતાં ત્યાં ગુલાબેન મફજી વાઘેલા અને જીવણભાઇ કરશનભાઇ જાેષી રહે.દેલવાડા તા.દિયોદર તથા ઉપરાંત ઉપરોક્ત વર્ણન વાળી સગીર છોકરી ખાટલામાં સુતેલી જાેવા મળી હતી.જે મુળ મહિસાગર જીલ્લાની અને અત્યારે અમદાવાદ વિસ્તારની હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેણીની પુછપરછ કરતાં ઓછા પૈસામાં ગરિબ માતાપિ તાની મજબુરીનો ફાયદો ઉઠાવી લવાતી છોકરીઓના
લગ્નના બહાને વધુ પૈસા લઇને વેચવાની ચોંકાવનારી હકિકત સામે આવી હતી. પોલીસે સગીરાના માતાપિતા (રહે,લુણાવાડા જી.મહિસાગર) તથા જીવણભાઇ કરશનભાઇ જાેષી (રહે.દેલવાડા તા.દિયોદર જી. બનાસકાંઠા), મગજી કરશનભાઇ વાઘેલા,ફુલબાઇ બળવંતભાઇ વાઘેલા અને ગુલાબબેન મફજી વાઘેલા (તમામ રહે. ડેલ તા.થરાદ) તથા હંસમાસી અને રમીલાદીદી (બંન્ને રહે.અમદાવાદ)
મળીને આઠ સામે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૬૮, ૩૭૦, ૩૪ તથા જુવેલાનાઇલ જસ્ટીશ એક્ટ કલમ-૮૧ મુજબ ગુનો દાખલ કરી ૧૦ હજારનો એક ફોન કબજે લઇને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.