ડીસાના માલગઢમાં નવિન પી.આઇ.એ ભૈરવ દાદાના મંદિરે લોક દરબાર યોજ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે પોલીસ અને ગ્રામજનો વચ્ચે બેઠક : પી.આઇ.એ ભૈરવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી ડીસાના માલગઢમાં ડીસા તાલુકાના નવિન પી.આઇ.એ ભૈરવ દાદાના મંદિરે મુલાકાત લીધી હતી. જેમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ હતી.

માલગઢ ગામની જોધપુરીમાં ઢાંણીમાં ડીસા તાલુકા નવિન પી.આઇ. એ.વી. દેસાઇએ ભૈરવ દાદાના મંદિરની મુલાકાત લીધી હતી. જેમાં ભૈરવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે પાલનપુરથી બદલી થઈને ડીસા તાલુકાના નવિન પી.આઇ. તરીકે એ.વી.દેસાઇની નિમણૂંક કરાઇ છે. જેમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં દરેક ગામડે-ગામડે ગ્રામજનોને જે પણ મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક ડીસા તાલુકા પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જ્યારે લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી અપિલ પણ કરી હતી.

જ્યારે મતદાન દરમિયાન બોગસ મતદાન ન થાય તે માટે ગ્રામજનોને જણાવ્યું હતું.આ પ્રસંગે ગણપતલાલ રત્નાજી ગેલોત, હરદેવભાઇ ભગવાનજી ગેલોત, રાજેશભાઇ ડી. સુંદેશા (આર.ડી.), કાન્તિલાલ ટાંક, મોહનલાલ પઢિયાર, મોહનલાલ દેવડા, હરીલાલ ભાટી, નારણભાઇ સોલંકી, હંસરાજભાઇ ગેલોત, જીગરભાઇ એચ. ભાટી, વિરેન્દ્રભાઇ પઢિયાર, ડીસા તાલુકા પોલીસ સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.