દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ખાતે પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી કરાઈ
આત્મા અંતર્ગત લાભો તથા પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત દાંતીવાડા તાલુકાના ચોડુંગરી મુકામે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ’ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ દિવસ’ની ઉજવણી કરાઈ હતી. થીમેટિક દિવસને ધ્યાને લઈને આત્મા વિભાગ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. આત્માના બ્લોક ટેકનોલોજી મેનેજર પૂજાબેન જોશી દ્વારા ખેડૂતોને આત્મા યોજનાના લાભો તેમજ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અપાઈ હતી.
તાલુકા સંયોજક કરશનભાઈ માળી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે બાબતે માહિતી અપાઈ હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર અરવિંદભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માહિતી અપાઈ હતી. જેમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન તેમજ જંતુનાશક અસ્ત્રો વિશે માહિતી આપવામાં આવી હતી.
Tags agriculture dantiwada Natural