માવસરી મંગલમ વિદ્યાલયમાં રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
13 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય મહિલા દિવસ જે અંતર્ગત આજે સરહદી વિસ્તારના માવસરી મંગલમ વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલા શક્તિ કર્ણ અને મહિલા સુરક્ષા વિશે 181 મહિલા હેલ્પલાઇન તેમજ સાઇબર ક્રાઇમ અને સાઈબર ફ્રોડ વિશે માહિતી આપવામાં આવી હતી.
રાષ્ટ્રિય મહિલા દિવસ અંતર્ગત ઠેર ઠેર જગ્યાએ એ ઉજવણી ભાગરૂપે વિદ્યાર્થીની ઓને માહિતગાર કરવામાં આવ્યા છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના માવસરી મંગલમ વિદ્યાલય ખાતે હાઇ સ્કૂલ ની વિદ્યાર્થિનીઓ ને રાષ્ટ્રીય મહિલા દિવસ અને મહિલા સશક્તિકરણ તેમજ મહિલા સુરક્ષા વિશે 181 મહિલા હેલ્પલાઇન તેમજ સાઈબર ક્રાઇમ અને સાઇબર ફ્રોડ વિશે માવસરી પી.એસ.આઇ વિ.એસ.દેસાઇ એ માહિતી આપી તેમજ મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા મળતા લાભો તેમજ વિવિઘ સહાય વિશે પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર ના રેખાબેન પરમાર નાઓએ દીકરીઓને માહીતગાર કરવામા આવી હતી જોકે આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને લોકો હાજર રહ્યા હતા.