પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં નંદ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતી છે. જે દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથીએ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ દિવસે મધ્યરાત્રીએ થયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રીકૃષ્ણનો જન્મ આ દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. જન્માષ્ટમી હિંદુઓના વાર્ષિક તહેવારોના રૂપમાં ઉજવાય છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણનાં ગોકુળિયું સજાવે છે અને ઉપવાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણનું રાજ્ય એવી દ્વારકા નગરી અને એમનું જન્મ સ્થળ એવી મથુરાનગરીમાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે.


સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ નંદ મહોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ હતી. જેમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની બાલમંદિર થી લઈ કોલેજ કક્ષા સુધીના તમામ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સોળગામ લેઉવા પાટીદાર સમાજના વંદનીય વડીલ ઓ,સામાજિક અગ્રણીઓ, સમાજના દાતાઓ હાજર રહ્યા હતા. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી જયંતીભાઈ ઘોડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ઉપસ્થિત તમામ વડીલોનું શાલ દ્વારા ઉષ્મા ભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. નંદ મહોત્સવના કાર્યક્રમના અંતે બાળ કૃષ્ણ અને બાળ ગોપીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ નું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો તથા તમામ વડીલઓ ઉત્સાહભેર જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.