ધાનેરાના અનાપુરા છોટા ગામે ઇતિહાસની ગવાહી આપતાં પૌરાણિક પથ્થર તેમજ શીલા લેખ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા :બનાસકાંઠા જિલ્લા ના અનેક સ્થળો આજે પણ ભારતીય ઇતિહાસની સાક્ષી પુરી રહ્યા છે. ધાનેરા તાલુકાના આનાપુર છોટા ગામમાં પડેલા વર્ષો જુના પથ્થર તેમજ શીલા લેખ વિશે વાત કરીએ તો આસપાસના લોકો આ પથ્થર વિશે કહી જનતા નથી પરંતુ ગામની નજીક એક મંદીર સમી જગ્યાની અંદર વર્ષોથી પડેલા પથ્થરની સ્થનિક ગ્રામજનો પૂજા કરી રહ્યા છે .એક નજરે જોઈએ તો સામાન્ય લાગતા આ પથ્થર પર લખાણ લખેલું છે. પરંતુ આજ દિન સુધી આ શબ્દો કોઈ સમજી શક્યું નથી ગામનો વસવાટ થયો એ સમયથી આ પથ્થર અહીજ પડેલો છે. બસ આજ રીતે અનાપુર છોટા ગામથી વાંસડા ગામ તરફ જતા રસ્તા પર પણ રહસ્ય મય રીતે એક લાંબો પથ્થર ઉભો કરેલો છે. ગામથી દુર ધોરવાળી જગ્યા પર ગ્રામજનોના જણાવ્યાનુસાર વર્ષો જુના આ પથ્થર સાથે પણ પાંડવોનો ઇતિહાસ જોડાયેલો છે. હાલની પેઢીએ પણ આ શીલા બાબતે પોતાના પૂર્વજો પાસે માહિતી લીધી હતી. જેમાં અનાપુર છોટા સહિતના નજીકના ગામોના લોકોનું માનીએ તો પાંડવો જયારે વનવાસ ભોગવતા હતા એ સમય દરમિયાન આનાપુર છોટા ગાથી દુર માઉન્ટ આબુ વિસ્તારમાંથી ગબ્બી ડંડાની રમત રમતા આ ગબ્બી અહીં આવીને પડી હતી. અનાપુર છોટા ગામના લોકો આજે પણ દાવા સાથે આ પથ્થર રમત દરમિયાન અહીં આવ્યો હોવાનું જણાવી રહ્યા છે.
જો કે આ વિસ્તારને જોવા જઈએ તો અહીંની જમીન રેતાળ છે છતાં આ જગ્યા પર આટલો વજન દાર લંબાઈ વાળો પથ્થર આવ્યો ક્યાંથી પરંતુ અનાપુર છોટા ગામની નવી પેઢી આજે પણ આ પથ્થરને ભગવાન રૂપી માની તેને હાથ જોડી રહ્યા છે. ગ્રામજનોએ પણ એક થઈ આ પથ્થરની નજીક રાધે કૃષ્ણ મંદિરનું નિર્માણ કર્યું છે
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર આ મામલે ભૌતિક શાસ્ત્રોના તજ્જ્ઞોની મદદ લઇ આ પથ્થર તેમજ શિલાખેલ બાબતે તપાસ કરાવે તો સાચી અને સચોટ માહિતી મળે તેમ છે.જયારે આજે પણ અનાપુર છોટા સહિતના ગ્રામજનો વર્ષો જૂની વાતો પર કાયમ રહી પથ્થરને પાંડવોની દેણ માની રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.