પિતા નું રહસ્યમય મોત, એક માસ બાદ પુત્ર એ અકસ્માત નો ગુનો નોંધાવ્યો : યુવક નો મૃતદેહ કબર માંથી બહાર કઢાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પરિવારે હત્યા ની આશંકા વ્યક્ત કરતા પોલીસ દ્રારા મૃતદેહ ને બહાર કાઢી એફએસએલ અમદાવાદ રવાના કર્યો ,લોકો ના ટોળા કબ્રસ્તાન માં ઉમટ્યા: વડગામ ના માહી ગામે મુસ્લિમ યુવક ના રહસ્યમય મોત ના મામલે મૃતુક ના પુત્ર મુનાફ નાંદોલિયા એ  સત્યાવીસ દિવસ બાદ શનિવાર મોડી રાત્રીએ આકસ્મિત મોત નો ગુનો છાપી પોલીસ મથકે નોંધાવી હત્યા ની આશંકા વ્યક્ત કરી હતી જેથી છાપી પોલીસે રવિવારે ચુસ્તપોલીસ બંદોબસ્ત સાથે યુવક નો મૃતદેહ કબર માંથી બહાર કાઢી  એફએસએલ અમદાવાદ રવાના કર્યો હતો.

વડગામ તાલુકા ના માહી ગામ ના નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયા ની ગત તા. ૨૪ જૂને વહેલી પરોઢે લાશ મળી આવી હતી. જોકે મૃતુક ના પરીજનો એ નિઝામુદ્દીન નું મોત રોડ અકસ્માતમાં થયું હોવાનું જણાવી તાત્કાલિક દફન વિધિ કરી દીધી હતી.જોકે ગ્રામજનો એ આશંકા વ્યક્ત કરી હત્યા થયા નો ગણગણાટ કર્યો હતો. મૃતુક નો નાનો ભાઈ અરમાન હજયાત્રાએ થી પરત આવતા મુસ્લિમ આગેવાનો એ સમગ્ર ઘટના અંગે જાણ કરી હત્યા ની શંકા વ્યક્ત કરતા શનિવારે સેંકડો ગ્રામજનો એસપી કચેરી ધસી જઈ મૃતુક ની હત્યા થયા નું જણાવી તાત્કાલિક તપાસ કરી મોત નું રહસ્ય બહાર લાવવા રજુઆત કરી હતી. જેથી છાપી પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધયો હતો અને તાત્કાલિક છાપી પોલીસ તેમજ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ વડગામ, આરોગ્ય અધિકારી , એફએસએલ ટિમ બનાસકાંઠા સહિત ના અધિકારીઓ ની હાજરી માં રવિવારે મૃતુક નો મૃતદેહ કબર માંથી બહાર કાઢી એફએસએલ અમદાવાદ ખાતે  પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ચકચારી મોત નું રહસ્ય બહાર આવશે તેવુ સૂત્રો એ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના ને લઈ માહી કબ્રસ્તાન આસપાસ લોકો ના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા.

અધિકારીઓ ની હાજરી માં મૃતદેહ બહાર કઢાયો: માહી ના યુવક ના રહસ્યમય મોત ના મામલે રવિવારે ઇન્ચાર્જ એજ્યુકેટિવ મેજિટ્રેટ વર્ષાબેન ચૌધરી , મેડિકલ ઓફિસર છાપી , આરોગ્ય અધિકારી ડૉ. પ્રકાશભાઈ ચૌધરી , સર્કલ ઓફિસર પંડ્યા , એફએસએલ ટિમ બનાસકાંઠા છાપી પીએસઆઈ એચ.પી.દેસાઈ સહિત ના અધિકારીઓ ની ઉપસ્થિત માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ યુવક નો મૃતદેહ બહાર કાઢવા માં આવ્યો હતો.

પ્રાથમિક તપાસ માં યુવક ના શરીર ઉપર ઈજા ના નિશાન: રવિવારે યુવક નો મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા યુવક ના માથામાં તેમજ હાથ ઉપર ગંભીર ઇજાઓ હોવા નું સૂત્રો દ્રારા જાણવા મળે છે.જોકે આખરી જાણકારી એફએસએલ ના રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.

શંકાસ્પદ ઇસમ ને પોલીસે ઉઠાવ્યો: સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ યુવક ના શંકાસ્પદ મોત ને લઈ છાપી પોલીસે શનિવાર રાત્રે મૃતુક ના પરિવાર ના એક સભ્ય ને પૂછપરછ માટે શનિવાર મધ્યરાત્રીએ ઘરે થી ઉઠાવ્યો હોવાનું જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.