11 વર્ષીય બાળકની હત્યા : ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના પાલનપુરના ટોકરિયા ગામમાંથી 11 વર્ષીય બાળકનું અપહરણ થયા બાદ ખેતરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગામમાંથી માસૂમ બાળકનું કારમાં અપહરણ કર્યા બાદ નરાધમે બાળક સાથે અડપલાં કર્યા હતા. જેનો વિરોધ કરતા બાળકના ગળા પર તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી લાશને ફેંકી દેવામાં આવી હતી. પોલીસે નરાધમને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

11 ટીમો બનાવવામાં આવી: ટોકરિયા ગામમાં માસૂમ બાળકની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે 11 ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. સાયબર ટીમની મદદ લેવામાં આવી હતી. સાથે સીસીટીવી ફૂટેજ અને ગામમાં રહેતા શંકાસ્પદ અને ગાયબ થયેલા લોકોની વિગતો એકત્ર કરી ગુનાનો ભેદ ઉકેલવા એક બાદ એક કડી જોડવામાં આવી હતી.

હત્યા કર્યાની કબૂલાત: શંકાના આધારે પોલીસે ફારૂક જમાલ દાઉમા નામના શખ્સને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતા પોતે જ હત્યા કર્યાની કબૂલાત કરી હતી. બનાવના દિવસે ફારૂકે પોતાની કારમાં બાળકને બેસાડ્યો હતો અને અલગ અલગ જગ્યાએ ફેરવી પાછળની સીટ પર બાળક સાથે અડપલાં કર્યા હતા. બાળકે તેનો વિરોધ કરતા ફારૂકે તેને માર માર્યો હતો. બાળકે પોતાની આપવીતી પોતાની માતાને જણાવી દેવાની વાત કરતા ફારૂકે ગળા પર તિક્ષણ હથિયારનો ઘા મારી હત્યા નિપજાવી હતી અને બાદમાં વાડી વિસ્તારમાં લાશને ફેંકી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.