બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલ વધુ એક પ્રેમીને મુંડનનો વીડિયો વાયરલ

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર કોઇ યુવકને ઝાડ સાથે બાંધી મુંડન કર્યુ હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. પ્રાથમિક તપાસમાં ગામમાં મહિલાને મળવા ગયેલા યુવકને ઝાડ સાથે બાંધી માથાના વાળ કાપી નાંખવામાં આવ્યા હતા. ઘટના બાદ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે.
બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારના કોઇ ગામમાં યુવકને ઝાડ સાથે બાંધી વાળ કાપી નાંખ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં રાધનપુર પંથકનો કોઇ યુવક ગામમાં મહિલાને મળવા આવતાં ઝડપાઇ ગયો હતો. જે બાદ કેટલાક લોકોએ એક યુવકને ઝાડ સાથે બાંધીને માથાના વાળ કાપ્યા હતા. આ દરમ્યાન પીડીત યુવકે વિડીયોમાં વિડીયો ન ઉતારવાની અને બદનામ ન કરવાની કરી આજીજી કરતો હતો. પરંતુ વિડીયો ઉતારનાર લોકો તેને બદનામ કરવાની પૂરી કોશિશ કરી હતી.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ વિડીઓ બનાસકાંઠાના સરહદી તાલુકાના કોઈક ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સાથે રાધનપુરનો યુવક કોઈક મહિલાને મળવા આવતા પકડાઈ જતા ગામલોકોએ તેને મેથીપાક આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.