છાપી રેલવે ઓવરબ્રિજ માં ગાબડું પડતા વાહન ચાલકો ભયભીત બન્યા : સમારકામ કરવા માંગ
ઓવરબ્રિજના સાંધામાં ખાડો પડતા દ્રીચક્રી સહિત નાના વાહનચાલકો ચાલકો પરેશાન બન્યા
બ્રિજની મજબૂતાઈ સામે સવાલ ઉઠ્યા: વડગામ તાલુકાના છાપી ખાતે બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજના વચ્ચોવચ ગાબડું પડતા વાહનચાલકો ભયભીત બન્યા છે.ઓવરબ્રિજ ના નિર્માણ કાર્યના ચાર વર્ષમાં ઓવરબ્રિજ તૂટતા બ્રિજ ની મજબૂતાઈ ને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ગુજરાતમાં નિર્માણાધિન નવીન ઓવરબ્રિજ ની કામગીરીમાં હલકી ગુણવત્તા ના કારણે ચાલુ કામગીરીમાં ધરાસાઈ થયા છે. જેના કારણે મોટી દુર્ઘટનાઓમાં અનેક માનવ જિંદગી ઓ હોમાઈ ગઈ છે. જ્યારે ઓરવબ્રિજ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્રારા સમયાંતરે ઇન્સ્પેકશન ન કરાતા અનેક જગ્યાઓ એ દુર્ઘનાઓ થવા પામી છે.
ત્યારે વડગામ તાલુકાના છાપી ગામ ને જોડતા રેલવે ઓવરબ્રિજ મહેસાણા સ્થિત એક કન્સ્ટ્રક્શન કંપની દ્રારા કરોડો ના ખર્ચે બનાવવા માં આવ્યો હતો જોકે બ્રિજના નિર્માણના ચાર વર્ષ પણ થયા નથી. અને બ્રિજ ના સાંધામાં સિમેન્ટ સહિત મેટલ નીકળી જતા મસ મોટુ ગાબડું પડ્યું છે .જેના કારણે બ્રિજ ની અંદર રહેલા ખિલાસરી તેમજ લોખંડ ના બોલ્ટ ઉપસી આવતા દ્વિચક્રી સહિત નાના વાહનો ને નુકશાન થવા સાથે મોટી હોનારત નો ભય સતાવી રહ્યો છે. ચાર વર્ષ ની અંદર ઓવરબ્રિજ તૂટવા લાગતા ઓવરબ્રિજ નું કામ કરનાર કન્સ્ટ્રક્શન કંપની ની કામગીરી અને ઓવરબ્રિજ ની મજબૂતાઈ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ઓવરબ્રિજ માં પડેલ ગાબડાં નું સત્વરે સમારકામ કરવા તેમજ બ્રિજ ની મજબૂતાઈ ની ખરાઈ કરવા વાહનચાલકો માં માંગ ઉઠવા પામી છે.
Tags Banaskantha chhapi Palanpur