પાલનપુરના મેરવાડા પાસે કારની આડે આખલો આવી જતા કાર ફંગોળાઇ, માતાનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. પાલનપુરના મેવાડા પાસે એક શિફ્ટ ગાડી વચ્ચે આખલો આવી જતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. રાત્રી દરમિયાન મહેશભાઈ ચૌધરી પોતાના પુત્ર દિવ્યમ અને માતા કંકુબેન સાથે ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. અંબાજી હાઈવે રોડ સંગમ કોલ્ડ સ્ટોરેજની આગળ અચાનક ગાડી આગળ આખલો આવી જતાં ગાડી આખલા સાથે ટકરાઈ હતી.

જેના કારણે ગાડી ચાલક મહેશભાઈએ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા હાઈવે રોડ વચ્ચે ડીવાઈડર ઉપર કૂદી સામેના રોડ પર ગાડી કૂદીને પલટી ખાઈ ગઈ હતી. જેથી ગાડી ચાલક મહેશભાઈ તેમના તેમના પુત્ર દિવ્યમ અને માતા કંકુબેન ત્રણેય જણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાંથી સ્થાનિક લોકો એકત્ર થઇ ગાડીમાંથી ત્રણેય જણાને બહાર નીકાળવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ 108 તેમજ પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી પહોંચી ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કંકુબેનને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પાલનપુરના મેરવાડા નજીકથી પસાર થઈ રહેલી એક શિફ્ટ ગાડીની સામે આખલો આવી જતા અકસ્માત થયો હતો. જેમાં ગાડીમાં બેઠેલા પરિવારના 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન માતાનું મોત નિપજ્યું છે. જ્યારે પિતા પુત્ર ઘાયલ થયા છે. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ પણ રખડતા ઢોરના કારણે સિસરાણા ગામના યુવકનું મોત થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.