દિયોદરમાં બે ઇંચથી વધુ ખાબક્યો,ખેડૂતોમાં ખુશીની લહેર

બનાસકાંઠા
બનાસકાંઠા

થોડા દિવસના વિરામ બાદ ફરી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 68.01 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

જેમાં અમીરગઢમાં 12 મિમી, કાંકરેજમાં 15 મિમી, ડીસામાં 28 મિમી, થરાદમાં 03 મિમી, દાંતામાં 18 મિમી, દાંતીવાડામાં 36 મિમી, દિયોદરમાં 50 મિમી, ધાનેરામાં 05 મિમી, પાલનપુરમાં 07 મિમી, ભાભરમાં 20 મિમી, લાખણીમાં 18 મિમી, વડગામમાં 24 મિમી, સુઈગામાં 03 મિમી, વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 55.14 ટકા, કાંકરેજમાં 67.37 ટકા, ડીસામાં 63.91 ટકા, થરાદમાં 81.22 ટકા, દાંતામાં 77.99 ટકા, દાંતીવાડામાં 54.89 ટકા, દિયોદરમાં 79.74 ટકા, ધાનેરામાં 44.58 ટકા, પાલનપુરમાં 64.10 ટકા, ભાભરમાં 77.86 ટકા, લાખણીમાં 52.79 ટકા, વડગામમાં 75.38 ટકા, વાવમાં 69.33 ટકા, સુઇગામમાં 91.83નો ટકા 2022 એવરેજ વરસાદ નોંધાયો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.