હિટાચી મશીન અને ડમ્પર સહિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત : ગેરકાયદે રેત ખનન ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના વાસણા ગામે ગેરકાયદે રેત ખનન ઝડપાયું

ખાણ અને ખનીજ વિભાગની તપાસથી રેત માફિયાઓમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ નદીના પટમાં મોટા પાયે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાની ઓળખ ગણાતી બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી રેત-માફિયાઓ બેફામ બન્યા છે.જેઓ બનાસ નદીમાં ગેર કાયદેસર રીતે રેતીખનન કરી રહ્યા છે. ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ગત મોડી રાત્રે ડીસા તાલુકાના જુનાડીસાના વાસણા ગામે નદીમાંથી ગેરકાયદેસર ખનન કરતા હિટાચી મશીન અને ડમ્પર સહિત 80 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે. અને આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. ગત મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરતા બનાસ નદીમાં ગેર કાયદેસર ખનન કરતા રેત-માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આવી રીતે થતા ખનનના કારણે અત્યારે મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે. પૈસા કમાવવાના આવા શોર્ટકટ નુસખાના કારણે લોકો ગુનાહિત પ્રવૃતિમાં જોડાતા હોય છે. અત્યારે તો તંત્ર દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. અત્યારે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા  ગત મોડી રાત્રે જુના ડીસાના વાસણા ગામે નદીમાંથી હિટાચી મશીન અને ડમ્પર સહિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં ખનન વિભાગ દ્વારા કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

રેત માફીયાઓ બેફામ: બનાસ નદીના પટમાં રેત ખનન માટે સરકારે શરતોને આધીન લિઝો ફળવેલી છે. જેમાં લિઝ ધારકોને સરકારની તમામ શરતોનું પાલન કરવાનું હોય છે પણ ઘણા લિઝ ધારકો સરકારની શરતોનું ઉલ્લંઘન કરી ગેરકાયદે રેતી ઉલેચે છે અને જે રેતી ડમ્પરો મારફત છેક રાજસ્થાનના ગામડાઓમાં ઠલવાય છે. આ નેટવર્ક વર્ષોથી જાહેરમાં ધમધમે છે. તેથી તંત્ર સામે પણ સવાલો ઉઠે તે સ્વભાવિક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.