દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખેલ મહાકુંભનું આયોજન 400થી વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત સરકાર યુવા રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા દરવર્ષે સાધારણ ખેલાડીઓ અને સ્પેશયલ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ખેલ – મહાકુંભ અંતર્ગત નેત્રહીન વ્યક્તિઓનો ખેલ મહાકુંભ એન.એ.બી. બનાસકાંઠા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એથલેટિક્સ અને બ્લાઈન્ડ ક્રિકેટની રમતોમાં બનાસકાંઠાના લગભગ 400થી વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.

શ્રી નવોધ્ય વિકલાંગ – વિકાસ ફસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય, અંબાજીના દિવ્યાંગ બાળકોએ આ ખેલકુંભમાં ભાગ લઈ આગવું પ્રભુત્વ પ્રદર્શન કર્યું છે. એથલેટિકસની રમતમાં સંસ્થાના કુલ 6 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ-8ના નેત્રહીન દિલીપભાઈ ડાભીએ ગોળાફેંકમાં બીજા નંબરે અને ચક્ર ફેંકમાં બીજા નંબરે વિજેતા થયા હતા. આ ખેલ કુંભમાં બનાસકાંઠા જિલ્લાની કુલ ચાર નેત્રહીન ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અંબાજીની નેત્રહીન ખેલાડીઓની ટીમ જિલ્લામાં પ્રથમ નંબરે વિજેતા બની હતી. આ વિજેતા ટીમને સંસ્થા પરિવાર અને સમગ્ર એન.એ. બી બનાસકાંઠા દ્વારા આગળની ઉત્તર ઝોન કક્ષાએ અને રાજ્યકક્ષાએ નેત્રહીન ક્રિકેટ ટુનર્નામેન્ટમાં ભાગ લેવા માટે અને તેમાં વિજેતા બનવા માટે હાર્દિક શુભકામના પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.