20થી વધુ ઘરોને પીવા માટે પાણી ન આવતાં ભારે હાલાકી ટાંકી અને અવાડા સુકા-ભઠ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના થેરવાડા ગામમાં છેલ્લાં સાત દિવસથી બિલકુલ પાણીના આવતું હોવાના ગામલોકોએ આક્ષેપ સાથે વીડિયો-ફોટા વાઈરલ કર્યો હતો. ગ્રામજનો તો પાણી માટે હાલાકી વેઠી રહ્યાં છે પરંતુ સાથે સાથે ટાંકી અને અવાડા સુકા-ભઠ રહેતા પશુઓને પીવા માટે પણ પાણી નથી. આ અંગે સુપરવાઈઝર- લાઈનમેન તથા તલાટી વહીવટદારને ગ્રામજનોએ વારંવાર જાણ કરવા છતાં કોઈ સાંભળતુ ન હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.

થરાદ તાલુકાના થેરવાડા ગામે ગામમાં વસવાટ કરતાં 20થી વધુ ઘરોને પીવા માટે પાણી ન આવતાં ભારે હાલાકી ભોગવવી રહ્યા છે ત્યારે, ગામના ખેડૂતે પોતાના ખર્ચે પાણીની વ્યવસ્થા ગામમાં કરી રહ્યા છે. ત્યારે તંત્ર આ બાબતે જાણે અજાણ હોય એવી રીતે વર્તન કરતાં ગ્રામજનોએ ટેન્કર મારફતે પાણી ભરતા હોવાના વીડિયો ફોટા વાઈરલ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

અમારા ગામમાં છેલ્લા સાત આઠ દિવસથી ગામમાં પાણી નથી મળતું. જે બાબતે અમે ગ્રામ પંચાયતના સત્તાધીશોને મૌખિક રજૂઆત કરી છે છતાં પાણી ન આવતાં હું પોતે ગામમાં પાણીની વ્યવસ્થા કરું છું. છેલ્લા એક સપ્તાહથી ગામમાં પીવાના પાણીના ફાંફા પડતાં મેં પોતે ટેંકર પોતાના સ્વખર્ચ મંગાવી પીવાનું પાણી લાવી રહ્યો છું. જેથી લોકોને પીવાનું પાણી મળી રહે અને ટેન્કર દ્વારા જ ગામના અવાડા ભરતા તરસ્યા પશુઓને પણ પાણી હાલ તો મળી રહ્યું છે પરંતુ આખા ગામને આ રીતે પાણી ટેન્કરથી પાણી પૂરું પાડવું મુશ્કેલ છે.

એક તરફ સરકાર નળ સે જળ યોજના હેઠળ ઘર ઘર નળ અને પાણી પહોંચાડતી હોવાના દાવા કરી રહી છે. તો બીજીતરફ થરાદના થેરવાડા ગામે પાણી માટે રઝળપાટ કરતા ગામલોકોની હાલત જોતા સરકારના આ તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ગામલોકોને પાણી આપવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ ગામને તંત્ર વહેલીતકે પીવાનું પાણી પૂરું પાડે તેવી ગામલોકો માગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.