ચોમાસુ મગફળીની આવક શરૂ : ઉત્તર ગુજરાત માં મોખરાનું સ્થાન ધરાવતું ડીસા માર્કેટયાર્ડ માં મગફળી ની આવક ના શ્રી ગણેશ
બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું 171877 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ગત વર્ષે ની સરખામણી એ વાવેતર વિસ્તાર વધ્યો
સિઝન ની પ્રથમ 400 બોરી ની આવક પ્રતિમણ ના 900 થી 1260, રૂપિયા ભાવ નોંધાયો
સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખેતીક્ષેત્રે અવ્વલ નંબરે રહેલા બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સિઝનમાં મગફળીનું 171877 હેક્ટરમાં વાવેતર થતાં મગફળી નો પાક પરિપક્વ થતા જિલ્લામાં સીઝન નો પ્રારંભ થયો છે તેની સાથે માર્કેટયાર્ડમાં પણ નવી મગફળીની આવક શરૂ થઈ છે જેમાં ડીસા માર્કેટયાર્ડમાં મંગળવારે 400 બોરી ની સીઝન ની પ્રથમવાર આવક નોંધાઇ છે જેમાં પ્રથમ દિવસે જ ખેડૂતને મગફળીના પ્રતિમણ ના ભાવ 900 થી 1260 ભાવ મળ્યા હતા આ વર્ષ બનાસકાંઠા જિલ્લામાં મધ્યમથી સામાન્ય વરસાદ થયો છે તેમ છતાં મગફળીના પાક ખેતરોમાં ખૂબ સારો હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી મગફળી ના પાક નું સારું ઉત્પાદન થવાની આશા રહેલી છે અને ખેતરો માંથી મગફળીનો પાક લેવાનું શરૂ થતા માર્કેટયાર્ડ માં પણ મગફળી આવક ચાલુ થઈ છે આગામી સમયમાં મગફળીની મબલક આવક થવાની સંભાવના જોવા મળી રહી છે.
ડીસા માર્કેટ યાર્ડમાં ચોમાસું મગફળી ની આ વર્ષે બમ્પર આવક થવાની શક્યતાઓ: ડીસા સહિત તેના આજુબાજુના વિસ્તારોમાં ચોમાસુ સિઝનમાં મગફળીનું સૌથી 38123 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે દર વર્ષે ડીસા માર્કેટ યાર્ડમાં ચોમાસુ સિઝનમાં દૈનિક 1 લાખ થી વધુ બોરીની આવક થતી હોય છે જેમાં ગત વર્ષે દૈનિક 1.3 લાખ બોરી ની આવક નોંધાઇ હતી ત્યારે આ વર્ષે પણ દિશા માર્કેટ યાર્ડમાં ચોમાસું મગફળીની બમ્પર આવક થવાની શક્યતાઓ રહેલી છે.
મગફળી નો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં આગામી સમયમાં વરસાદની શક્યતાઓને લઈ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે: ડીસા સહી તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતોને ખેતરોમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદની શક્યતાઓ દર્શાવી છે જેના કારણે અનેક ખેડૂતો મગફળી કાઢવાની રાહ જોઈ રહ્યા છે.
Tags Disa groundnut Marketyard