ડીસા પંથકમાં ચોમાસુ મગફળીના વાવેતરની શરૂઆત થઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : અષાઢ માસ શરૂ થવા છતાં બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને ન વરસતા ખેડૂતોમાં ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતીક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાનો અવ્વલ નંબર રહયો છે ત્યારે આ વર્ષે ચોમાસુ સીઝન માટે વરસાદે વિલંબ કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. શરૂઆતમાં જિલ્લાના કેટલાક ભાગોમાં થયેલા વરસાદ બાદ અષાઢ માસ શરૂ થયો હોવા છતાં વરસાદનું આગમન ન થતાં ચોમાસુ સીઝનના વાવેતરમાં પણ વિલંબ થઈ રહ્યો છે. પરંતુ ડીસા તાલુકામાં સિંચાઈની પૂરતી સગવડ હોવાને લીધે ખેડૂતોએ વરસાદની રાહ જોયા વિના પિયત કરી ચોમાસુ વાવણીની શરૂઆત કરી દીધી છે. જેમાં ચોમાસુ ઋતુમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થતું હોય છે. જેને લઇ આ વર્ષે પણ ખેડૂતોએ ખેતરોમાં ઓરવણ કરી મગફળીનું વાવેતર કરવા લાગ્યા છે. ડીસા પંથકમાં ઉનાળુ સિઝન બાદ ચોમાસું સીઝનમાં પણ મગફળીનું વાવેતર થતું હોવાથી મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોય છે. વળી આ વર્ષે કોરોનો વાઈરસ અને લાકડાઉનની સ્થિતિ વચ્ચે પણ ઉનાળુ મગફળીનુ વાવેતર કરેલ ખેડુતોના ભાવ ખૂબ જ સારા મળી રહેતા ચોમાસુ ઋતુમાં પણ ખેડૂતો મગફળીનું વાવેતર તરફ વળ્યા છે ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળી નું વાવેતર એક લાખ હેક્ટર ઉપરાંત મા થયું હતુ જેથી ચાલુ સીઝન માં પણ મગફળીનુ સૌથી વધુ વાવેતર થવાનો અંદાજ રહેલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.