ડીસા પાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનું મોનિટરિંગ હવે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ના માધ્યમથી કરાશે
ડીસા પાલિકા કચેરી ખાતે ગુરુવારે GPS + GEOFENCE જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી કચરાનું મોનિટરિંગ કરનાર દેશની સૌ પ્રથમ પાલિકાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ડીસામાં કચરાનું કલેક્શન કરતા વાહનનું ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રંસગે ડીસા પાલિકા પ્રમુખ દ્વારા જનસેવા સંપર્ક ડેસ્કનો પણ શુભારંભ કરાવ્યો અને આ કાર્યક્રમ માં ઉપસ્થિત સૌને કચરાના નિકાલ માટેની વિવિધ પદ્ધતિઓથી માહિતગારે પણ કરવામાં આવ્યા હતા તેમજ ડીસા પાલિકા સમગ્ર રાજ્યમાં સ્વચ્છ અને સુંદર પાલિકા બને તે માટે સહભાગી થવા સૌ ને આહવાન કર્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ રાયગોર, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે, નગરપાલીકાના સભ્યઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.