પાલનપુર પાલિકા વોર્ડ નંબર-4 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મહમદ અલી મન્સૂરીની જીત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર પાલિકા વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી મત ગણતરી પૂર્ણ તથા ફરી કોંગ્રેસની જીત થઈ છે. જેમાં મહમદ અલી મન્સૂરી તબિયતના લીધે રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસે ફરી મહમદ અલી મન્સૂરીને જ ટિકિટ ફાળવતા મહમદ અલી મનસુરી 48 મતથી જીત થઈ હતી જેને લઇ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાલનપુરમાં રવિવારે પાલિકાની વોર્ડ 4 ની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણીમા 37.96 ટકા મતદાન થયું હતું પાલિકાનાં વોર્ડ નંબર 4 ના કૉંગ્રેસી નગરસેવક મહંમદભાઈ મન્સૂરીએ નાદુરસ્ત તબિયતના કારણસર રાજીનામુ આપતાં આ બેઠક પર પેટા ચૂંટણી કરવાની ફરજ પડી હતી.જેમાં ભાજપમાંથી અરબ નદીમ મહંમદ સામે કોંગ્રેસે રાજીનામુ આપનાર મહંમદભાઈ મન્સુરીને જ ટીકીટ આપી હતી જ્યારે એક આમ આદમી પાર્ટી અને એક અપક્ષ થઈ કુલ 4 ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો જેમાં કુલ 12 બુથ માટે ત્રણ સ્કૂલોમાં થયેલ મતદાન પ્રક્રિયામાં 37.96 ટકા વોટિંગ થયું હતુ જયારે આજે વહેલી સવારે મત ગણપતિ યોજાઈ હતી 13 રાઉન્ડમાં અંતે કૉંગેસ ઉમેદવાર ફરી અહમદઅલી મન્સૂરીની 48 વોટથી જીત મળી હતી ફરી પેટા ચૂંટણીમાં અહમદ અલીની જીત થતા સ્મર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.