બનાસની ધરા ઉપર ‘કમળ’ ખીલવવા મોદીનું આગમન

ચૂંટણી 2022
ચૂંટણી 2022

પ્રથમ ચરણનાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપ કોંગ્રેસનાં તમામ દીગગજ નેતાઓ હવે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.૨૪ મી તારીખે બનાસકાંઠાના જિલ્લામથક પાલનપુર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દાંતા,વડગામ,પાલનપુર,ડીસા તેમજ ધાનેરા સીટના ઉમેદવારોને જીતાડવા ચૂંટણી સભા યોજી કમળ ખીલવવા મતદાતાઓને અનુરોધ કર્યો હતો ત્યારે આજે ફરી જિલ્લાની અન્ય ચાર બેઠકો દિયોદર,કાંકરેજ,વાવ તેમ થરાદમાં ભાજના ઉમેદવારોને જીતાડી કમળ ખીલવવા મતદારોને વિનંતી કરશે. કાંકરેજ તાલુકાના થરા નજીક દિયોદર રોડ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૧૦ કલાકે ચૂંટણી સભાને સંબોધશે,જેમાં ચાર વિધાનસભાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો તેમજ મતદારો ઉપસ્થિત રહી તે માટે જિલ્લા ભાજપ તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.એટલું જ નહી,પોલીસ તંત્રે પણ પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ કચાશ ના રહી જાય તેની પૂરતી તકેદારી રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

દિયોદર બેઠકની વાત કરીએ તો, ભાજપે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણને ટીકીટ આપી છે,તેઓ ગત ચૂંટણીમાં કોંગ્રેસનાં શિવાભા ભુરિયા સામે ૫૭૨ મતોનાં પાતળા અંતરથી હારી ગયા હતા.બીજી તરફ કોંગ્રેસે પોતાના વર્તમાન ધારાસભ્ય શિવાભા ભુરિયાને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે અહી આમ આદમી પાર્ટીમાંથી ભેમાભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે.જાેકે,અહીં ઠાકોર મતો નિર્ણાયક હોવાથી અત્યારની સ્થિતિએ ઠાકોર નેતા અને ભાજપનાં ઉમેદવાર કેશાજીનું પકળું ભારે છે,ત્યારે પ્રધાનમંત્રી મોદીની આ સભાથી ભાજપને દિયોદર બેઠક પર વધુ લાભ થવાની શક્યતાઓ રાજકીય પંડિતો જાેઈ રહ્યા છે.

થરાદ બેઠક પર કોંગ્રેસે બર્ટમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને રિપીટ કર્યા છે,તો ભાજપે ઉત્તર ગુજરાતના દીગગજ ચૌધરી નેતા અને વર્તમાન બનાસ ડેરી ચેરમેન શંકરભાઇ ચૌધરીને મેદામમાં ઉતાર્યા છે.એક તરફ શંકરભાઈનું કરિષમાઈ નેતૃત્વ છે તો બીજી તરફ અઢી વર્ષની ટૂંકી ટર્મમાં સતત જનસંપર્કમાં રહેતા યુવા નેતા છે.અહીં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર થઈ શકે છે.તેથી મોદીની આજની સભા થરાદનું વાતાવરણ ભાજ તરફી કરે તો નવાઈ નહિ !!

કાંકરેજ બેઠક પર ભાજપે પોતાનાં વર્તમાન ધારાસભ્ય અને રાજ્યક્ષાના મંત્રી કીર્તિસિંહને રિપીટ કર્યા છે,જ્યારે કોંગ્રેસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈના નાના ભાઈ અમૃતજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.અહીં ભાજપે દરબાર સમાજમાંથી જ્યારે કોંગ્રેસે ઠાકોર સમાજમાંથી ટીકીટ આપતા ભાજપ – કોંગ્રેસમાંથી જે પણ ઇતર સમાજનાં વધુ વોટ મેળવશે તેની જીત થવાની શકયતા છે..તેથી આજની સભામાં પ્રધાનમંત્રી ઇતર સમાજનાં વોટબેંકને આકર્ષવા પ્રયાસ કરે તો નવાઈ નહિ !!.

વાવ સિટની વાત કરીએ તો અહીં કોંગ્રેસે વર્તમાન મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને રિપીટ કર્યા છે.તો બીજી તરફ ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટીકીટ આપી છે.જાેકે,સ્વરૂપજી વિધાનસભા ચૂંટણીમાં નવા નિશાળીયા હોવાથી તેમની સાથે ફરનારા વ્યક્તિઓ જ તેમનું ખેલ બગાડે તેવી રાજકીય સ્થિતિ ઉભી થઇ છે,તેથી આજની સભામાં મોદી આવા તકસાધુઓને પણ શાનમાં સમજાવી દે તો નવાઈ નહિ !!!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.