ધાનેરા ખાતે એસડીઆરએફની ટીમ દ્વારા મોકડ્રીલ કરાઈ
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા શહેર પાંચ વર્ષના સમય ગાળામાં બે વાર પુર હોનારતનો ભોગ બની ચૂક્યું છે. રેલ નદીના પાણીએ ધાનેરા શહેર તેમજ તાલુકાના ગામોમાં વિનાશ વેર્યો હતો. જયારે વર્ષ ૨૦૨૦માં પણ ચોમાસાના પૂર્વે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર દ્વારા પુર નિયંત્રણ કામગીરી શરૂ કરી છે. શહેરમાં કઈ કઈ જગ્યા પરથી રેલ નદીના પાણી આવે છે અને કયો કયો વિસ્તાર ડુબમાં છે આ બાબતે એસડીઆરએની કંપનીના ૭૫ જવાનો સાથે મોકડ્રીલ યોજયું હતું.
સતત બે વાર પુર હોનારત્ના પગલે ધાનેરા વહીવટી તંત્ર પૂર્વ નિર્ધારિત આયોજનના ભાગ રૂપે પહેલેથી એસડીઆરએફની ટુકડીને પુરના પાણી બાબતે જાણકારી અપાઈ રહી છે. ધાનેરા મામલદાર ભગવાનભાઈ ખરાડી, ચિફ ઓફિસર એસ.એમ. અન્સારી સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સુપરવાઈઝર રામભાઈ સોલંકીએ ધાનેરાના વિવિધ વિસ્તારોમાં પહોંચી એસડીઆરએફની ટુકડીને પુરના પાણી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. ધાનેરા ઉસપાલિયાના તળાવ નજીક રેલ નદીનું પાણી આવે છે એ જગ્યા વિશે માહિતી અપાઈ હતી.ત્યાર બાદ આ કાફલો રેલ નદી પર પહોંચ્યો હતો.રહેણાંક વિસ્તાર નેનાવા રોડ પર કઈ રીતે લોકો ફસાય તો તેમને નીકળવા એ તમામ રસ્તા બાબતે માહિતી અપાઈ હતી. એસડીઆરએફના સેનાપતિ અજીત વસાવા, ડીવાયએસપી બી એમ ચૌધરી સહિતના અધિકારીઓએ પણ ધાનેરા શહેરમા ક્યાં ક્યાં પાણીનો ભરાવ થાય છે તે બાબતે માહિતી મેળવી એક પ્લાન બનાવ્યો હતો.પુર હોનારત સામે ધાનેરા વહીવટી તંત્ર હાલથી સજ્જ થઈ ગયું છે.
Tags Banaskantha Dhanera