મીઠા -થરાદ હાઇવે કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાન અને કચ્છને જોડતા હાઇવે ઉપર જીવલેણ ખાડા; કંડલાથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે જ્યાં ભાભરથી થરાદ હાઇવે પર મીઠાથી થરાદ વચ્ચે કોતરવાડા કેનાલનો  પુલ પરનો રોડ બિસ્માર હાલતમાં છે  તેમજ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે આ પુલ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.

ચોમાસું આવતાં જ પુલ હતો એના કરતાં પણ વધુ બિસ્માર હાલત જોવા મળી રહ્યો છે.અહી રાજસ્થાન કચ્છને જોડતો હાઇવે હોઇ ભારે વાહનોનો ઘસારો જોવા મળે છે. પુલ પર મોટા મોટા ખાડા પડી ગયેલ હોઇ અનેક વાહન ચાલકોના વાહનોમાં પણ નુકશાની પહોંચી રહી છે

છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ રસ્તો આમ જ છે જેની કોઈ રીપેરીંગ કામગીરી કરવામાં આવી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.