પ્રિ-મોન્સુન પ્લાનથી થયો ચમત્કાર ! પાલનપુરનો સુખબાગ રોડ તળાવમાં ફેરવાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ઠેરઠેર પાણી ભરાયા હતા. પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોકળતા ખુલ્લી પડી ગઈ છે. પાલિકા પ્રમુખ અને બાંધકામ કમિટીના ચેરમેનના વોર્ડ નં.૧ માં જ સુખબાગ રોડ, અમનપાર્ક અને ચાણક્યપુરી વિસ્તારના મુખ્ય માર્ગ પર ઢીંચણ સમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીના નિકાલના અભાવે ખુદ પાલિકા પ્રમુખ હેતલબેન રાવલ અને બાંધકામ કમિટી ચેરમેન હર્ષાબેન મહેશ્વરીના વોર્ડમાં જ પ્રિ મોન્સૂન પ્લાનના લીરેલીરા ઉડતા લોકોમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી હતી.આ અંગે સ્થાનિક અગ્રણી દેવીલાલ જાંગીડે જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા લોકો ભારે યાતનાઓ ભોગવી રહ્યા છે. નજીવા ખર્ચે પાણીનો નિકાલ શક્ય હોવા છતાં પાલિકાની અણ આવડતને પગલે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ પાલિકા ના નઘરોળ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.સામાન્ય વરસાદમાં પાલનપુર શહેરની બદતર હાલત થતા વધુ વરસાદથી પાલનપુર બેટમાં ફેરવાશે તેવી દહેશત વ્યક્ત કરતા લોકોએ પાલિકાના અણઆવડતભર્યા વહીવટ સામે ઉભરો ઠાલવ્યો હતો. પાલનપુર શહેરના સુખબાગ રોડ પર વરસાદી પાણી ભરાવવાની સાથે ગટરનું ગંદુ પાણી પણ ઉભરાઈ રહ્યું છે. જાેકે, પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. જાેકે, સુખબાગ રોડ પર છેલ્લા ઘણા સમયથી તળાવ ભરાયેલું રહેવાથી અહીં ઢીંચણ સમાં પાણીમાંથી પસાર થવામાં શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ, વાલીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.