![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/સુવિધાના-નામે-મીંડું-હેડ.jpg)
સુવિધાના નામે મીંડું : વિદ્યાર્થીઓને 5 થી 6 કિલોમીટર સુધી ચાલીને અભ્યાસ કરવા માટે મજબૂર
અંતરિયાળ વિસ્તારોમાં હજુએ મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે. ત્યારે સરકાર એક તરફ દાવા કરે છે કે અંતરિયાળ વિસ્તારના લોકોને વિદ્યાર્થીઓને સુવિધા અપાય છે. પરંતુ બીજી તરફ વાસ્તવિકતા એ છે કે સુવિધાના નામે મીંડું છે. અને સુવિધા ન મળવાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાય છે.
દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની વાત કરીએ તો એસટી બસની સુવિધા સમયસર નથી. અને જેને કારણે સૌથી વધારે વિદ્યાર્થીઓ પરેશાન થતા હોય છે. દાંતા તાલુકાના હેડો ગામના વિદ્યાર્થીઓને પાંચથી છ કિલોમીટર સુધી ચાલીને અભ્યાસ કરવા માટે મજબૂર બનવું પડે છે. એક તો અંતરિયાળ વિસ્તાર છે એટલે કે જંગલ વિસ્તાર અને તેમાં પણ જો વિદ્યાર્થીની અથવા વિદ્યાર્થીઓ ચાલીને જતા હોય તો તેમની સાથે કોઈ અનહોની ઘટના બનવાની શક્યતાઓ રહેલી છે.
એટલે કે હેડુ ગામ જતો જે માર્ગ છે. અને ત્યાં બસની સુવિધા છેલ્લા બે વર્ષથી બંધ છે. અને આ સુવિધા બંધ હોવાને કારણે ગ્રામજનો વિદ્યાર્થીઓ રાહદારીઓ તમામ લોકોને મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે. ગ્રામજનોની માંગ છે કે અમારા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમના હિત માટે જો બસ ચાલુ કરવામાં આવે તો મુશ્કેલી ન રહે અને વિદ્યાર્થીઓ છે. એ અભ્યાસ કરી શકે.