હવામાન વિભાગની મોટી આગાહી, આ જીલ્લાઓમાં મેઘરાજ બોલાવશે ધબધબાટી
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ અઠવાડીયાથી વરસાદે એક દમ વિરામ લઈ લીધો હતો ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે એટલે રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે હવામાન વિભાગની રાજ્યના મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે આગાહી છે.
લાંબા વિરામ બાદ ફરી એકવાર બોલાવશે મેઘરાજ ધબધબાટી
ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડ બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો. ત્યાર બાદ હવામાન વિભાગની બે દિવસની આગીહી મુજબ કાલથી જ રાજ્યમાં વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે, એવામાં આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
આજે આ વિસ્તારમાં ભારે વરસાદ
આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદના વિરામ બાદ વરસાદ પડવા પાછળનું કારણ લો પ્રેશર એરિયા છે. સેન્ટ્રલ પાર્ટ ઓફ નોર્થ મધ્યપ્રદેશમાં લો પ્રેશર એરિયા બન્યું હોવાના કારણે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભેજ છે અને વાદળ બંધાયા છે. તેથી વરસાદ થઇ રહ્યો છે.