ડીસામાં બે દિવસ બાદ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા
કોરોના મહામારી વચ્ચે પણ કુદરતના ઋતુ ચક્ર માં સતત પરિવર્તન આવી રહ્યું છે જેના લીધે એક પછી એક આકાશી આફતો સામે આવી રહી છે બંગાળની ખાડી ઉપર સર્જાયેલ લો પ્રેશરના કારણે આગામી બે દિવસ બાદ એટલે કે ૧૭ અને ૧૮ મી ઓક્ટોબર દરમિયાન ડીસા સહિત સમગ્ર જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ચાલુ વર્ષે ચોમાસાની સતાવાર વિદાય થઈ ગઈ હોવા છતાં પણ હજુ સતત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આ વર્ષે સતત વરસાદી માહોલ વચ્ચે ખેતીના પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે અને ખેડૂત પાયમાલ થઈ ચૂક્યો છે જોકે તેવા સમયે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે બંગાળની ખાડી ઉપર સર્જાયેલ લો પ્રેશરના કારણે આગામી ૧૭ ઓક્ટોબર અને ૧૮ ઓક્ટોબર દરમિયાન ડીસા પંથકમાં હળવા વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા જણાવાઇ છે.

જેને લઈ ને ધરતીપુત્રોના જીવ પડીકે બધાયા છે જોકે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વરસાદનું જોર વધુ રહેશે પરંતુ ડીસા સહિત બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.