સૂઇગામ ખાતે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારથી માંડી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લો હાલમાં દેશભક્તિના રંગે રંગાયો છે ત્યારે સરહદી સૂઇગામ ખાતે પ્રાંત ઓફિસરની અધ્યક્ષતામાં સૂઇગામ તાલુકા કક્ષાના કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષ દ્વારા શિલાફલકમનું પૂજન અર્ચન કરી અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ સૂઇગામ તાલુકાના જલોયા ગામના- 2 અને લીંબળાના-1 શહીદ વીરો અને તમામ આઝાદીના લડવૈયા અને શહીદો સહિતને શ્રદ્ધાંજલિ આપીને તેમના કુટુંબીજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સ્થાનિક આગેવાનો દ્વારા 75 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત તમામ દ્વારા પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઇ ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, રામસંગભાઈ રાજપૂત, સૂઇગામ પી.એસ.આઈ. સહિત પોલીસ જવાનો, સરપંચઓ, તલાટી કમ મંત્રીઓ, ગ્રામજનો, મહર્ષિ કણાદ શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર હાજર રહી કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.