જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે આંગણવાડી કાર્યકરોને માનસિક ત્રાસ અપાતો હોવાની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠામાં કોરોનાના કહેર વચ્ચે આંગણવાડી કાર્યકરોને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની રાવ ઉઠી છે. જે માહિતી ફોનથી મળે તેના માટે સુપરવાઈઝર દ્વારા રૂબરૂ બોલાવાય છે. આ અંગે જિલ્લા કલેકટર દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠામા મહિલા અને બાળકલ્યાણ વિભાગમાં સુપર વાઇઝરો દ્રારા આંગણવાડી કાર્યકરોને વારંવાર એકની એક માહિતી માગીને પરેશાન કરવામાં આવે છે. અને તાત્કાલિક માહિતી આપો નહિતર પગાર કાપી નાખવાની ધમકી અપાતી હોવાની રાવ ઉઠી છે. અત્યારે કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આંગણવાડી કાર્યકર્તાઓને વારંવાર મીટિગો બોલાવી ટોળા ભેગા કરી જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. જે માહિતી ફોન દ્રારા માહિતી મેળવી શકાય પરતું આ બહેનોને મીટિગોમા બોલાવીને પરેશાન કરાવામા આવે છે. અત્યારે સાધનો મળતા નથી. પરંતુ આ ગરીબ આંગણવાડી કાર્યકર્તાઓ લાચાર બની સુપરવાઇઝર નો જુલમનો ભોગ બની રહી છે.
સરકાર દ્વારા મામુલી પગારમાં આંગણવાડી કાર્ય કર્તાઓને કામનું એટલુ ભારણ આપવામાં આવે છે. આટલુ કોઇ આઇ. પી.એસ. અધિકારી પાસે હોતુ નથી. આ અંગે ઘટતુ કરી કોઇ આંગણવાડી કાર્યકર્તા કોરોનાના સપડાય નહિં તે પહેલા કલેકટર દ્રારા સુપરવાઇઝરોને સબક શિખવાડસે ખરા ???


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.