બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : બે થી આઠ ઇંચ વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ, ભાભર, લાખણી, વાવ અને સુઈગામમાં ભારે વરસાદ : બનાસમાં નવા નીર આવતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ

(રખેવાળ ન્યૂઝ) ડીસા, બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ધમાકેદાર વરસાદની શરૂઆત થતા જિલ્લાના અનેક ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં બે થી આઠ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. છેલ્લા પચ્યીસ દિવસથી  વરસાદની હેલી વચ્ચે હવામાન  વિભાગ રાજસ્થાન રાજ્ય ઉપર  સર્જાયેલા સાયક્લોનિક સર્ક્‌યુલેશન  ને લઇ ઉત્તર ગુજરાતમાં ત્રણ   વસ  ભારે વરસાદની આગાહી કરી  હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં  પણ શનિવારે છૂટાછવાયા વરસાદી  ઝાપટાં ઓ વચ્ચે રવિવારની મધ્ય  રાત્રીથી સરહદી વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ હતી.  જેમાં દિયોદર, થરાદ, ભાભર,  વાવ, સુઈગામ સહિતના   સ્તારોમાં   રે વરસાદ થવા પામ્યો હતો.  જાેકે રવિવારના દિવસ પર પણ  વરસાદ શરૂ રહેતા જિલ્લાના અનેક  ભાગોમાં બે થી આઠ ઇંચ જેટલોવરસાદ થતાં ખેતરો સહિત નીચાણવિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યુંછે. જિલ્લાના અનેક ભાગોમાં સાંજસુધી પણ વરસાદ શરૂ હ્યો હતોઅને આગામી બે દિવસ સુધી પણવરસાદ યથાવત રહેવાની હવામાનવિભાગે આગાહી કરી છે.

ભારે વરસાદને લઈ વાવના માડકા મનું તળાવ ફાટ્યુંગ

વાવ તાલુકાના માડકા ગામે પડેલા ભારે વરસાદને લઈને ગામનુંમુખ્ય તળાવ ફાટતા નીચાણવાળાવાળા સ્તારમાં આવેલા ૪૦ થી વધુઘરોમાં પાણી ઘુસી વળ્યાં હતા. જાેકે આ બાબતની જાણ થતાં વાવટીડીઓ, મામલતદાર સહિત જવાબદાર ત્ર ઘટના સ્થળે પહોંચી ચૂક્યુંહતું. જાેકે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગરીબ પરિવારોના ઘરોમાંપાણી ઘુસી વળતા રેશન પાણી સહિત ર ખરીને નુકસાન થયું હોવાનીવિગતો સામે આવી છે. જાેકે ૨૦૧૫ અને ૨૦૧૭ના પુરમાં પણ આ તળાવફાટ્યું હતું. લોકોને મુશ્કેલીઓનો મનો કરવો પડ્યો હતો. ગતરાત્રીએમાડકા ગામે પડેલો વધુ વરસાદના લીધે આ તળાવ ઓવરફ્લો થયુંહોવાનું જાણવા મળેલ છે.

દીઓદર પંથકમાં છેલ્લા બે દિવસમાં પાંચ ઈંચ વરસાદ

હવામન વિભાગની આગાહી મુજબ સમગ્ર જીલ્લા સહિત દીઓદર પંથકમાં લ્લાબે દિવસથી અવિરત મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. દીઓદર પંથકમં મોસ્- ામનો કુલ ૬૦ ટકા જેટલો વરસાદ થવા પામેલ . જે સવારે ૮ વાગ્યા સુધીમાંમોસમનો કુલ વરસાદ ૪૦પ મીમી(૧૬ ઈંચ) જેટલો નોધાવા પામેલ છે. છેલ્લાબે દિવસમાં પાંચ ઈંચ જેટલો રસાદ નોધાવા પામેલ છે. જેના કારણે દીઓદરશહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામેલ. દીઓદર પોલીસ સ્ટેશન વિસ્તર,જુના સ્ટેશન, પ્રગતિનગર, પુજાપાર્ક, માધવપાર્ક આદિ વિસ્તારોમાં પાણીભરાઈ જવા પામેલ. હાલનો વરસાદ ખેતીના પાકોને ઓછો નુકશાન રક છે.આગામી રવિ સીઝન માટે મહત્વપૂર્ણ સાબીત થઈ શકશે.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ

  1. અમીરગઢ ૩૪
  2. કાંકરેજ ૩૯
  3. ડીસા ૫૧
  4. થરાદ ૧૮૯
  5. દાંતા ૩૩
  6. દાંતીવાડા ૫૩
  7. દીયોદર ૯૪
  8. ધાનેરા ૫૧
  9. પાલનપુર ૭૬
  10. ભાભર ૧૪૯
  11. લાખણી ૧૦૫
  12. વડગામ ૬૪
  13. વાવ ૧૦૫
  14. સુઈગામ ૧૭૭

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.