મેઘ મહેરઃ ભાભર, વાવ, થરાદ સહિત પંથકમાં વરસાદી પાણી ભરાયાં

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા : જિલ્લામાં શનિવારે ઠેરઠેર વરસાદ વરસ્યો હતો.પાલનપુરમાં કલાકના વરસાદી ઝાપટાને લઈ શહેરના હાર્દ સમાન કીર્તિસ્થંભ વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતાં વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. તો શાકભાજી અને ફ્રુટની  લારીઓ પણ પાણીમાં જ ઉભી હતી. વાવ પંથકમાં શનિવારે વરસાદે તોફાની બેટીંગ કરતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જ્યાં તાલુકાના ઢીમામાં ભારે વરસાદી ઝાપટું પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાતાં વાહનચાલકો સહિત લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.