રાજ્યમાં માવઠાની આગાહી, આ જીલ્લોમાં જામશે વરસાદી માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી વિવિધ ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઠંડીની શરૂઆતની સાથે કમોસમી વરસાદ પણ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાઇ જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

  • બે દિવસ સુધી જામશે વરસાદી માહોલ 
  • 26 અને 27 નવેમ્બરે કમોસમી માવઠાનું જોર વધશે

આજે  બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પણ કેટલાંક ભાગોમાં વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે વરસાદની આગાહી એક વાર ફરી ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.