ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર-1ની મહીલાઓ દ્રારા પાલિકા કચેરીમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા શહેરમાં નગરપાલિકા દ્વારા પુરતું પાણી આપવામાં આવતું નથી. જેને લઇ ગુરુવારે ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર-1 ના શિવનગર વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં માટલા સાથે નગરપાલિકા કચેરીમાં આવી સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ કર્યો હતો. તેમજ 12 કલાકમાં પાણીની સમસ્યા હલ નહી કરાય તો પાલિકા કચેરીને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ધાનેરાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. આ અંગે જાગૃત નાગરિક વી.કે.કાગએ જણાવ્યું હતું કે પાલિકામાં કુલ 16 બોર આવેલા છે અને નર્મદા યોજનાનું પાણી પણ સરકાર આપે છે. છતાં નગરપાલિકા વોર્ડ નંબર-1 શિવનગર વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી પાણીની સમસ્યા ઉભી થઈ ગઈ છે અને પાણીની પાઇપ લાઇનની સફાઇ ન કરવાથી પાઇપ બ્લોક થઈ ગઇ છે.

જેથી શિવનગર વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે અને સરકાર હર ઘર નળના પોકળ દાવા કરે છે તે દાવાને શિવનગર વિસ્તારોની બહેનો દ્વારા નગરપાલિકા કચેરી આગળ માટલા ફોડી ખોટી સાબિત કરેલી છે તેમજ આગામી 12 કલાકમાં જો શિવનગર વિસ્તારમાં પાણી નહી આપવામાં આવે તો નગરપાલિકા કચેરીને તાળા બંધી કરવામાં આવશે. જેની તંત્ર નોંધ લેવા ચીમકી ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.