ડીસાના થેરવાડા ગામે પાણીનાં ટાંકાઓની સામુહિક સફાઈ અભિયાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના થેરવાડા ગામે ગ્રામ પંચાયત સહિત આગેવાનોએ ત્રણ દિવસથી સામૂહિક રીતે પાણીના ટાંકીની સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ગ્રામજનોને સ્વચ્છ અને ચોખ્ખુ પાણી મળી રહે તે માટે સફાઈ અભિયાન શરૂ કરાયુ છે.છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય રોગોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે લોકોને ઝાડા અને ઉલટી જેવી બીમારીઓ થઈ જાય છે. ત્યારે ગ્રામજનોને પીવા માટે જંતુ રહિત ચોખ્ખું પાણી મળી રહે તે માટે થેરવાડા ગામ પંચાયત દ્વારા ત્રણ દિવસથી સામૂહિક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.જેમાં સરપંચ, ઉપ સરપંચ સહિત આગેવાનોની ટીમે પીવાના પાણીના બોરની સંપૂર્ણ સફાઈ કામગીરીમાં જોડાયા હતા.ટીમ દ્વારા ત્રણ દિવસથી આ સફાઈ અભિયાન શરૂ કરી પાણીના પાણી ટાંકીઓની સફાઈ કરાઇ છે. ત્યારબાદ દવાનો છંટકાવ કરી નવુ ચોખ્ખું પાણી ભરવામાં આવશે. ગ્રામજનો કોઈપણ બિમારીનો ભોગ ન બને અને તમામનુ આરોગ્ય જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું.


આ અંગે તલાટી કમ મંત્રી બી આઈ મુલીયાણાએ જણાવ્યું હતું કે, ગામમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીના ટાંકાઓની સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં સરપંચ, ઉપસરપંચ સહિત ગામના લોકો પણ જોડાયા છે અને તમામ પાણીના ટાંકાઓની સાફ-સફાઈ થઈ રહી છે. આ સફાઈ અભિયાન દરમિયાન લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.