ધાનેરા તાલુકાના સરહદી ગામ મગરાવા ખાતે મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મગરાવા ગામે તાલુકા કક્ષાનો માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, અગ્રણીઓ વસંતભાઈ પુરોહિત, ભગવાનદાસ પટેલ, હરજીભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ સહિતના મહાનુભાવો તથા મામલતદાર એમ. કે. રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી રાજેશ ધનગર સહિત તાલુકાના અધિકારીઓ અને ગ્રામજનોએ મગરાવા ગામના શહીદ વીર જવાન સ્વ. ભલાભાઈ નારણભાઇ ચૌધરીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શહીદની શહાદતને યાદ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શહીદ વીરના બલિદાનને સમર્પિત સ્મારક- શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત શહીદ વીર જવાન સ્વ. ભલાભાઈ ચૌધરીના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનારા ધાનેરા તાલુકાના મગરાવા ગામના શહીદ વીર જવાન સ્વ. ભલાભાઈ નારણભાઇ ચૌધરી ઇન્ડિયન આર્મીની આર્ટિલરી વિંગમાં સેવા આપતા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.