સરહદી વાવ તાલુકાના ગ્રામ પંચાયતોમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી – મારો દેશ” ની બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે વાવ તાલુકાની ૬૧ જેટલી ગ્રામ પંચાયતોમાં દેશભક્તિ સભર માહોલમાં *”મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમ અન્વયે તાલુકાના તમામ ગામોમાં વડીલો, યુવાનો, માતા, બહેનો મોટી સંખ્યામાં સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ગ્રામ પંચાયતો ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહીદોના સ્મારક શિલાફલકમ્ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં દીવો લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાના શપથ લીધા હતા. તાલુકાના તમામ ગામોમાં સ્થાનિક કક્ષાએ 75 વૃક્ષોનું વાવેતર કરી વસુધા વંદન થકી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવી છે. તેમજ દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના પરિવારોનું સન્માન કરીને વીરોને વંદન થકી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.ઉપરાંત તાલુકાની શાળાઓમાં પ્રભાત ફેરી, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી, ચિત્ર સ્પર્ધા, શાળાઓમાં વીર-વીરાંગનાઓની ગાથાનું વર્ણન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આમ, વાવ તાલુકાના દરેક ગામમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ રાષ્ટ્ર ભક્તિની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.