બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં બાળસંખા યોજના માં ગેરરીતિ ની રાવ
સરકારની યોજનાઓ દુરુપયોગ થતો હોવાની લોકો માં ચર્ચા: રાજ્ય સરકાર દ્વારા નવજાત શીસુ માટે બાળસખા યોજના અમલમાં મુકવામાં આવી છે આ યોજના માં તાજા જન્મેલા બાળકો ને જન્મ સાથેની કોઈ બીમારી હોય તો આગામી સાત દિવસ ની તમામ સારવાર નો ખર્ચ સરકાર ભોગવે છે. જોકે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં સરકારની આ યોજના નો દુરુપયોગ થતો હોવાની પણ બૂમો ઉઠવા પામી છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં નવજાત બાળકો માટે બાલસખા યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તાજા જન્મેલું બાળક કોઈપણ જાતની બીમારી ધરાવતું હોય તો આગામી સાત દિવસ તેની સંઘન સારવાર નો ખર્ચ સરકાર ભોગવશે જેમાં પ્રતિદિન 7 હજાર લેખે સાત દિવસ ની સારવાર નો 49 હજાર નો ખર્ચ સરકાર ભોગવશે સરકારની આ બાળસંખા યોજના પગલે અનેક બાળકો બીમારી ના કારણે મોત ને ભેટતાં હતા તે અટક્યા છે બાલમરણ નું પ્રમાણ માં પણ ઘટ્યું છે.
જોકે સરકાર ની આ યોજનો નો દુરુપયોગ પણ થઇ રહ્યો હોવાની બૂમો પણ ઉઠવા પામી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર થરાદ ભાભર દિયોદર દાતા અંબાજી અમીરગઢ લાખણી સહિત ના અનેક ગામોમાં બાળસંખા યોજના માં માન્યતા ધરવાતા તબીબો વગર કારણે બાળક ને હોસ્પીટલ માં રાખી સરકાર ની યોજના નો દુરપયોગ કરતા હોવાની ફરિયાદ પણ લોકો માં ઉઠવા પામી છે. ત્યારે આ યોજનામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ જે રીતે થતી હોવાની ચર્ચા નો વિષય બન્યો છે. જેમાં અનેક તબીબો અનેક બાળકો ને વગર બીમારીએ હોસ્પીટલ માં એડમિટ કરી ખોટું બિલ બનાવી સરકાર ની યોજના નો ગેરલાભ ઉઠાવી રહ્યા છે ત્યારે આ મામલે રાજ્ય આરોગ્ય વિભાગ સઘન તપાસ કરે તે જરૂરી છે.
જો ગેરરીતિ થતી હશે તો તપાસ કરી કાર્યવાહી કરાશે: આ મામલે બાળસંખા યોજનામાં ઇન્ચાર્જ અધિકારી ઉષાબેન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા બાળસંખા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં નવજાત બાળક ને જન્મ સાથે કોઈપણ બીમારી હોય તેની સારવાર ની જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી છે જેમાં સરકાર સાત દિવસ સુધી દિવસ ની 7 હજાર પ્રતિદિન આમ 49 જેટલી રકમ બાળસંખા યોજના માં એમ ઓ યુ કરેલા ડોક્ટર ને ચૂકવે છે જોકે આ યોજના માં ગેરરીતિ બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતું કે આવી કોઈ બાબત જણાશે સે કાર્યવાહી કરવામાં આવશે.