ગૌશાળા-પાંજરાપોળને સરકાર સહાય ન ચૂકવતા સંચાલકો લાલઘૂમ, આંદોલનની રણનીતિ માટે સોમવારે બેઠકનું આયોજન

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત સરકાર દ્વારા બજેટમાં રૂ.૫૦૦ કરોડની સહાયની ગૌશાળા- પાંજરાપોળમા આશ્રિત ગૌવંશ સહિતના પશુઓ માટે જાહેરાત કરી હતી.તે જાહેરાતને ચાર મહિના કરતા વધુ સમય વીતી જવા છતાં સરકાર તરફથી આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સંચાલકો દ્વારા વારંવાર જવાબદાર નેતાઓને રૂબરૂ મળી રજૂઆતો કરવામાં આવી તેમ છતાં નેતાઓ તરફથી ફક્ત જૂઠા વાયદાઓ અપાય છે. કોરોના કાળ બાદ પ્રવર્તતી આર્થિક મંદીના કારણે ગૌશાળા અને પાંજરાપોળ માટે આધાર સ્તમ્ભ ગણાતી દાનની આવક ઓછી થઈ ગઈ છે. અધૂરામાં પૂરું,સરકારની સહાયની જાહેરાત બાદ દાનનો પ્રવાહ સાવ ઘટી ગયો છે. બીજી બાજુ ઘાસચારાના ભાવો આસમાને પહોંચી ગયા છે. તેથી અબોલ પશુ જીવોને જીવાડવા અને સંસ્થા ચલાવવી દુષ્કર થઈ પડી છે. જેથી પશુઓને બચાવવા અને સરકારને જગાડવા નાછૂટકે સ્વ.ભરતભાઇ કોઠારીના માર્ગે ચાલી સૌ ગૌશાળા- પાંજરાપોળના સંચાલકોએ એક થઈ સરકાર સામે આંદોલન છેડવાની નોબત આવી છે.જેથી આંદોલનની રણનીતિ ઘડવા વિચાર વિમર્શ માટે શ્રી રાજપુર- ડીસા પાંજરાપોળ, કાંટ વિભાગ ખાતે તા.૧૧/૭/૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦ ક. બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જે બેઠકમાં ગૌશાળા -પાંજરાપોળથી સંલગ્ન પૂજ્ય સાધુ સંતો-મહંતો તેમજ જવાબદાર સંચાલકોને હાજર રહેવા આગ્રહ પૂર્વક અનુરોધ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.