પાલનપુરમાં મોબાઈલની દુકાનમાં 15 મોબાઈલની ચોરી કરનાર શખ્સ ઝબ્બે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં કોઝી ટાવરમાં પહેલા માળે આવેલી યશવી મોબાઇલની દુકાનમાંથી રૂ.1.68 લાખના 15 મોબાઈલની ચોરી કરનાર શખ્સને પશ્વિમ પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતી. શખ્સ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર કોઝી ટાવરના પહેલા માળે આવેલી મોબાઇલની દુકાનનું શટરનું તાળું તોડી બુધવારે રાત્રે અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ્યા હતા. જ્યાં શો કેસના કાચ તોડી અલગ અલગ કંપનીના 15 મોબાઇલ કિં.રૂપિયા 1,68,600ની ચોરી કરી નાસી છુટ્યા હતા. આ અંગે વેપારી અમીરગઢના બાંટાવાડાના મુકેશભાઇ કાન્તિભાઇ કરપટીયા (પટેલ)એ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.