અંબાજીમાં વહેલી સવારે 50 ફૂટ પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતા મોટું નુકસાન
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં બન્યો છે. વાત કરવામા આવે તો, આજે સવારે શક્તિપીઠ અંબાજી ગામમાં આવેલી ભગવતી સોસાયટીના બહારના ભાગે બનેલી પ્રોટેક્શન દીવાલ એકાએક તૂટી પડી હતી.
આજે સવારે અંબાજી ખાતે આવેલી ભગવતી સોસાયટીની બાજુમાં બનેલી પ્રોટેક્શન દીવાલ એકાએક ધરાશાયી થઈ હતી. જેમાં કોઈપણ જાતની મોટી જાનહાની ટળી હતી. પ્રોટેકશન દીવાલ તૂટી પડતા પાસે સોસાયટીના ફ્લેટ સુઘી દીવાલનો ભાગ આવી ગયો હતો. તો સાથે સાથે પાર્કિંગમાં પડેલા વાહનો સુઘી પણ તૂટેલી દીવાલના પથ્થરો આવી ગયા હતા. આજે વહેલી સવારે બનાવ બન્યો હતો. ધટના ના સમય ત્યાં સવારે લોકો ન હોવાથી મોટી જાનહાની પણ ટળી હતી.
પ્રોટેક્શન દીવાલ તૂટી પડતા ત્યાં લાગેલી લાઇટની ડિપી ઉપર પથ્થરો આવી ગયા હતા. ભગવતી સોસાયટીના બાજુમાં આવેલી શક્તિ ભુવન ધર્મશાળાની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ વગર વરસાદે દીવાલ તૂટવાનું કારણ હજી સામે આવ્યું નથી પણ આ દીવાલ તૂટતા કોઈપણ જાતની જાનહાનિ સર્જાઈ ન હતી, પણ 50 ફૂટ પહોળાઈ ધરાવતી અને 15 ફૂટ ઊંચાઈ ધરાવતી દીવાલ તૂટતા ત્યાં લાગેલી ડીપીને નુકસાન થયું હતું.