ડીસાના ડાવસ ગામે અગ્નીવિર બની આવેલા યુવકનું ભવ્ય સન્માન
ડીસા તાલુકાના ડાવસ ગામે દેશની રક્ષા કાજે અગ્નિવીર પરીક્ષા પાસ કરીને આવનાર યુવકનું ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ડીજે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવનાર ડીસાના ડાવસ ગામના યુવકની ગામમાં સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો. દેશના રક્ષણ ખાજે સૈન્યમાં ભરતી થવા અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવેલા ડીસા તાલુકાના ડાવસ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ હતી. જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે.
ત્યારે ડીસા તાલુકાના ડાવસ ગામના અલ્પેશકુમાર જયંતીજી વડગામા અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવતા તેના મનમાં ગામમાં ભવ્યાતિભવ્ય સામૈયું કરી સન્માન યાત્રા યોજાઈ હતી. અલ્પેશજી ઠાકોર વડગામા આર્મીની પરીક્ષા પાસ કરીને નાસિક મહારાષ્ટ્ર ખાતે પાટીલરી સેન્ટર નાસિક ખાતે છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને તેમના વતન પધાર્યા હતા. જેમાં સમગ્ર ડાવસના ગ્રામજનોએ તેમનું સામૈયું કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકાળી હતી. જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.