![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-175.jpg)
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો હાહાકાર, 21 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે નવા 1078 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. તેમજ 21 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓના 488 ગામોના પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 12,495 પશુઓ લમ્પી વાઇરસની ઝપેટમાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધી 254 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લમ્પી વાઇરસના કહેર વચ્ચે વહીવટીતંત્રની ટીમોએ વેક્સિનેશનની કામગીરી કરી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના કુલ 14 તાલુકા લમ્પી વાઇરસની ચપેટમાં આવ્યાં છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 1075 પશુઓ પર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 21 જેટલા પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લામાં કુલ 488 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે.