પાલનપુર પાલિકાના પ્લાન્ટ માટે આકેસણ ગામની જગ્યા ફાળવાતા ગામલોકોએ કલેકટર સમક્ષ રજૂઆત કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર પાલિકાના પ્લાન્ટ માટે આકેસણ ગામની જગ્યા ફાળવાતા ગામલોકોએ કલેકટર સમક્ષ રજૂઆત કરીપાલનપુર તાલુકાના આકેસણ ગ્રામજનો કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા છે. પાલનપુર નગરપાલિકાના ગંદા પાણીના નિકાલનો STP ગામમાં ન બનવવા રજૂઆત કરી હતી. પાલનપુર પાલિકાના STP માટે આકેસણ ગામના ગૌચરમાં ફાળવાઈ છે જેને લઈ મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં નગરપાલિકાના ગંદા પાણીના નિકાલ માટે પાલનપુર તાલુકાના આકેસણ ગામના સર્વે નંબરમાં ગૌચર જમીનમાં એસટીપી પ્લાન્ટ ફાળવી દેતા મોટી સંખ્યામાં ગામલોકો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે. જેમાં આકેસણ ગામમાં લોકો સહીત પૂર્વ સરપંચ જિલ્લા કલેકટરને રજૂઆત કરવા હતા કયું હતું કે આ જે એસટીપી પ્લાન્ટ માટે જગ્યા ફાળવી છે એનો હુકુમ રદ કરવામાં આવે આકેસણ ગ્રામ પંચાયત પાસે જ જમીન રહે તેનો ઉપયોગ ગ્રામ પંચાયત લોકો કરે તેવી રજૂઆત કરી છે.આ અંગે પૂર્વ સરપંચ જેન્તીભાઇ ભાટિયાએ જણાવ્યું હતું કે અમે આકેસણ ગામથી ગ્રામજનો આવ્યા છીએ. પાલનપુર નગરપાલિકાનું જે ગંદુ પાણી છે એનો નિકાલ આકેસણ ગામનો જે જૂનો સર્વે નંબર છે એમાં એસટીપી પ્લાન્ટ માટે જગ્યા ફાળવી દીધી છે. એક સર્વે નંબર જે ગૌચર છે એમાં પશુઓ ઢોર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે નહિતર એ આપી દઈએ તો અમારા ગામના લોકો જશે કયા. એ જમીન આકેસણ ગ્રામ પંચાયત પાસેજ રહે ગ્રામપંચાયત લોકો એનો ઉપયોગ કરે એના માટે એના માટે અમે આજે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ અને એસટીપી પ્લાન્ટ માટે જે જગ્યા ફાળવી છે. એનો વિરોધ અને એ રદ કરે હુકમ એના માટે અમે ગ્રામજનો બધા આવેલા છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.