પાલનપુર આર.ટી.ઓ કચેરી પર લાયસન્સ બેઝ કઢાવવા લાગી લાંબી કતારો

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકાર દ્વારા એસટી વિભાગમાં બસ કંડકટરની ભરતી જાહેર કરવામા આવી છે. જેને લઇ બેરોજગાર યુવાનો કંડકટરની નોકરી મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા વિવિધ કચેરીઓના પગથીયા ચડતા થયા છે. જેમાં કંડકટરની ભરતીમાં લાયસન્સ બેઝ જરૂર પડતી હોઇ પાલનપુર ખાતે આવેલ આર. ટી.ઓ કચેરી ખાતે ઉમેદવારો ની લાંબી કતારો લાગી રહી છે. જોકે, અહી દિવસમાં માત્ર 80 થી 100 જેટલા લાયસન્સ બેઝ નીકળતા હોય દૂર દૂર થી આવતા ઉમેદવારોને ધકકા ખાવાની ફરજ પડી રહી છે.ગુજરાત એસ.ટી નિગમમાં બસ કંડકટરોની જગ્યા ભરવા માટે સરકાર દ્વારા એસ. ટી કંડકટરની ભરતી જાહેર કરવામા આવી છે.

જોકે, કંડકટરની ભરતીમાં આર. ટી.ઓ લાયસન્સ બેઝ, ચાલ ચલગત અંગે પોલીસનો દાખલો, ફસ્ટેડ જેવા ડોક્યુમેન્ટ ફરજીયાત હોઇ બનાસકાંઠા જિલ્લાના અનેક બેરોજગાર યુવાનો તેમજ યુવતીઓ કંડકટરની નોકરી મેળવવા માટે લાયસન્સ બેઝ કઢાવવા પાલનપુર આર. ટી.ઓ કચેરી ખાતે ઉમટી રહ્યા છે. જોકે અહી સવાર થી મોડી સાંજ સુધી ઉમેદવારોની લાંબી કતારો લાગી રહી છે.જેમાં એક કાઉન્ટર પર ડોક્યુમેન્ટ ચકાસણી અને બીજા કાઉન્ટર પર લાયસન્સ બેઝ કાઢવામાં આવી રહ્યા છે. જેમાં એક જ કાઉન્ટર પર દિવસમાં માત્ર 80 થી 108 લાયસન્સ બેઝ નિકાળવમાં આવતા હોઇ છેવાડા ના વિસ્તારોમાં થી આવતા ઉમેદવારોને આખો દિવસ રઝળપાટ કરવા છતાં પણ લાયસન્સ બેઝ ન મળતા તેમને આર. ટી.ઓ કચેરીના ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. ત્યારે દૂર દૂર થી લાયસન્સ બેઝ કઢાવવા આવતા અરજદારો ને ધક્કા ખાવા ન પડે તે માટે આર. ટી.ઓ કચેરીમા વધુ કાઉન્ટર ખોલવામાં આવે તેવી માંગ ઉઠી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.