ડીસામાં પ્રધાનમંત્રી કૌશલ્ય સન્માન યોજનાના રજીસ્ટ્રેશન માટે લોકોની લાંબી કતાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારત સરકારે દેશના યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ડીસામાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા યોજાયેલ કેમ્પમાં 5,000થી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો હતો.યુવાનોમાં રહેલી કૌશલ્યનો વિકાસ થાય અને તેને પગભર બનાવવામાં મદદરૂપ બની રહે તે હેતુથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 18 પ્રકારના કારીગર વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારીગર વર્ગના લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને આઇડી કાર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ત્યારબાદ તેમને ટૂલકિટ માટે સરકાર તરફથી તેમના ખાતામાં 15 હજાર રૂપિયાની સહાય જમા કરાવવામાં આવે છે. ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે અને બહાર રજીસ્ટ્રેશન કરવા માટે લોકોને સો-બસ્સો રૂપિયા જેવો ચાર્જ ન ચૂકવો પડે તે માટે ડીસાના સેવાભાવી પી એન માળી દ્વારા આજે રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 10:00 વાગ્યાથી જ રજિસ્ટ્રેશન કરાવવા માટે લોકોની લાંબી કરતાં લાગી હતી અને મોડા સુધી અંદાજિત 5000 થી પણ વધુ લોકોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.


આ અંગે સેવાભાવી અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન.માળીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કારીગર વર્ગના લોકોને તેમના ધંધામાં અને કૌશલ્યના વિકાસ માટે સહાય મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરી છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકોને અલગ અલગ જગ્યાએ 100-200 રૂપિયા ખર્ચવા ન પડે તે હેતુથી આજે અમે રવિવારે આ કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં અંદાજિત 5,000 જેટલા લોકોએ નોંધણી કરાવી છે હજુ પણ લોકો રહી જશે તો અમે આગામી દિવસોમાં ફરી કેમ્પ કરીશું અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ આર્થિક રીતે સક્ષમ અને પગભર બને તેવો પ્રયાસ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.