ડીસાનાં શાકમાર્કેટ આગળ વાહનોની લાંબી વણઝાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ ટ્રાફીક જામના દ્‌શ્યો સર્જાઈ રહ્યા છે ડીસા શહેરમાં કોરોના વાયરસનાં કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્ર પણ કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ લોકો સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતાં હોઈ શહેરમાં સંક્રમણ વઘી રહ્યું છે. ત્યારે એપીએમસી સંચાલિત શાકમાર્કેટની આગળ ટ્રાફીક જામના દ્‌શ્યો સર્જાયા હતા. જેમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. મિડિયા દ્વારા વારંવાર શહેરમાં ટ્રાફીક સમસ્યાને લઈને અહેવાલ પ્રસારીત કરવામાં આવી રહ્યા છે પરંતુ કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા એપીએમસી માર્કેટના સંચાલકો અને શહેર ટ્રાફીક પોલીસ દ્વારા કોઈજ કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી. એપીએમસી માર્કેટમાં સમયની પાબંદીના લીધે લાંબી ગાડીઓની લાઈનો જોવા મળી રહી છે. તેથી શાકમાર્કેટથી બગીચા રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. જ્યારે ટ્રાફીક જામ દરમિયાન શાક માર્કેટ આગળ એકપણ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફીક પોલીસ કે એપીએમસી માર્કેટના વોચમેન હાજર જોવા મળ્યા ન હતા ત્યારે જિલ્લા કલેકટર દ્વારા કોવિડ ૧૯ ની કામગીરી ધ્યાનમાં રાખીને ડીસા શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યા દુર કરવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા અપીલ સાથે વિનંતી કરવામાં આવી રહી છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.